મહાઉત્સવ કુંભમેળો: પાપના માઠા સમાચાર અને આપણી શુદ્ધ થવાની જરૂરીઆતને દર્શાવે છે

માનવ ઇતિહાસનો અત્યાર સુધીના સૌથી મોટો મેળાવડો ભારતમાં થાય છે અને તે દર બાર વર્ષે યોજાય છે. અધધધ કહી શકાય એવી દસ (૧૦) કરોડની જનમેદની પંચાવન (૫૫) દિવસ સુધી ચાલતા આ મહા કુંભમેળા દરમ્યાન પ્રયાગરાજ (અલાહાબાદ)માં ગંગા નદીમાં ડૂબકી લગાવવા ઉતરી પડે છે, છેલ્લે ૨૦૧૩ના કુંભમેળા દરમ્યાન તો એક કરોડ લોકોએ પહેલા જ દિવસે ગંગામાં ડૂબકી લગાવી દીધી હતી.

મહા કુંભમેળા દરમ્યાન ગંગા નદી કિનારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

એનડીટીવીનો અહેવાલ જણાવે છે કે ગંગામાં ડૂબકી લગાવાના સૌથી વ્યસ્ત દિવસોમાં તો  કુંભમેળાના આયોજકો લગભગ બે (૨) કરોડ શ્રદ્ધાળુઓ માટેની તૈયારી રાખે છે. દર વર્ષે મક્કા હજ કરવા જતાં મુસલમાન બિરાદરોની સંખ્યા કે જે ત્રીસ થી ચાલીસ (૩૦-૪૦) લાખ છે તે આ કુંભમેળાની સંખ્યા આગળ તો વામણી જ લાગે.

મેં પ્રયાગરાજ (અલાહાબાદ)ની મુલાકાત લીધી છે ને આટલા નાના શહેરમાં આટલી મોટી જનમેદની કશું પણ ચક્કાજામ થવા દીધા વગર કેવી રીતે ભેગી થઈ શકે એ તો મારી સમજની બહાર છે. છેલ્લા કુંભમેળા દરમ્યાન બીબીસીએ તેના રીપોર્ટમાં બતાવ્યું હતું કે આટલી મોટી જનમેદનીને માટે શૌચાલય તેમજ તત્કાલીન સારવાર વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

તો પ્રશ્ન એ છે કે શા માટે દસ (૧૦) કરોડ લોકો લગભગ બાર(૧૨) હજાર કરોડનો ખર્ચ કરી ગંગામાં ડૂબકી લગાવવા આવે છે? નેપાળથી આવેલા એક શ્રદ્ધાળુએ બીબીસીના સંવાદદાતાને જણાવ્યું કે

“મેં મારા પાપો ધોઈ નાંખ્યા છે.”

રાયટર્સ સમાચાર એજન્સીને

રઝળપાટ કરતા એક સાધુ, સ્વામી શંકરાનંદ સરસ્વતી કે જેઓ સિત્તેર વર્ષના છે, શિયાળામાં ગંગા નદીના ઠંડા પાણીમાં ધ્રુજતા શરીરે કહે છે કે, “આ જન્મના જ નહિ પણ મારા પૂર્વ જન્મના પાપો પણ મેં ધોઈ નાંખ્યા છે.”

એનડીટીવી એ પોતાના સમાચારમાં જણાવ્યું: કે અહીં આવતા શ્રધ્ધાળુઓને એવો વિશ્વાસ છે કે પવિત્ર ગંગામાં ડૂબકી લગાવાથી તેમના પાપ ધોવાય જાય છે અને પોતે શુધ્ધ થઈ જાય છે.

મોહન શર્મા નામના એક તીર્થયાત્રીએ બીબીસીના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે “આપણે પોતે કરેલા પાપથી અહીં જ ધોઈને શુદ્ધ થઈ શકાય છે.” 

‘પાપ’નો સાર્વજનિક અથવા વિશ્વવ્યાપી દોષભાવ

બીજા શબ્દોમાં કહીએ તો લાખો અને કરોડો લોકો ખુબ પૈસા ખર્ચીને, ટ્રેનની સખત ભીડમાં મુસાફરી કરીને, આટલા માનવ મહેરામણમાં ધક્કામુક્કી કરીને પણ પોતાના પાપ ‘ધોઈ નાંખવા’ ગંગામાં ડૂબકી લગાવવા આવે છે. આ શ્રધ્ધાળુઓ શું કરે છે તેનો વિચાર કરીએ એ પહેલા એક બાબત તો ચોક્કસ છે તે તેમના જીવનની જે મોટી સમસ્યા – કે જે ‘પાપ’ છે તેનાથી તો તેઓ સજાગ છે.

શ્રી સત્ય સાંઈબાબા અને ‘સારું’ અને ‘ખોટું’

એક હિન્દુ ગુરુ જેના લખાણોનું મેં અધ્યયન કર્યું છે તે છે શ્રી સત્ય સાંઈબાબા. તેમના નૈતિક શિક્ષણનો હું પોતે પ્રસંશક છું. તેમના શિક્ષણનો સારાંશ અહીં નીચે આપું છું. તમે વાંચો ત્યારે તમારી જાતને આ પ્રશ્ન પુછજો કે “શું આ નૈતિક ધોરણોથી જીવન જીવવું જોઈએ? મારે આ પાળવું જોઈએ?   

“અને ધર્મ (એટલે કે આપણું નૈતિક કર્તવ્ય) શું છે? તમે જેનો ઉપદેશ આપો છો તે પહેલા તમે પોતે પાળો, તમે જે કહો છો તે પ્રમાણે પહેલા તમારે કરવું પડે. તમારાં સિદ્ધાંતો અને તમારા કર્મો એક જ લીટીમાં (એકસાથે) આવવા જોઈએ. નીતિમત્તાથી તમારી કમાણી કરો, ઉત્કંઠા સહિતનો ભક્તિભાવ રાખો, ઈશ્વરની બીક રાખો, તમારું જીવન ઈશ્વર સુધી પહોંચવું જોઈએ: આ જ ધર્મ છે. સત્ય સાંઈ ઉવાચ ૪, પાન નં. ૩૩૯.

“ખરેખર તમારી ફરજ શું છે?…

·         પ્રથમ તો, તમારા માતપિતાની કાળજી પ્રેમ, સન્માન અને આભારી ર્હદય સાથે રાખો.
·         બીજી, હંમેશા સત્ય બોલો અને સદાચારી જીવન જીવો.
·         ત્રીજી, જ્યારે પણ તમને નવરાશનો સમય મળે, જે કોઈ રૂપમાં પ્રભુ તમારા મનમાં હોય, પ્રભુનામ નું સ્મરણ કરો.
·         ચોથી, કોઈનું ભૂંડું કદી ના બોલો, કે અન્યોના દુર્ગુણ કદી ના શોધો.
·         અને છેલ્લે, કોઈને પણ કોઈ પણ રીતે દુઃખ ન પહોચાડો” સત્ય સાંઈ ઉવાચ ૪, પાન નં. ૩૪૮-૩૪૯.

“જે કોઈ પોતાના અહમને તાબે કરે છે, જે પોતાની લાલસા પર જીત મેળવે છે, જે પોતાની અંદરના પાશવી આવેગો અને લાગણીઓનો સંહાર કરે છે, અને આ શરીર મારું પોતાનું જ છે એવી નૈસગિક મનોવૃત્તિ જે ત્યજી દે છે, તે જ ખરેખર ધર્મના માર્ગ પર ચાલે છે.” ધર્મ વાહિની, પાન નં. ૪.  

મેં જયારે આ વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આ જ એ ધર્માંદેશો છે જે વડે મારે જીવવું જોઈએ – મારી  નૈતિક ફરજની રુએ. શું તમે મારી સાથે સંમત નથી? પણ શું તમે આ બધું તમારા જીવનમાં પાળો છો? શું તમે અને હું આમાં ખરા ઉતર્યા છે? અને જયારે આપણે આ બધામાં ઉણા ઉતરીએ ત્યારે શું થાય? શ્રી સત્ય સાંઈ બાબા તેનો ઉત્તર આપતા આગળ કહે છે

“આમ તો હું મીઠાબોલો (મૃદુભાષી) છું, પરંતુ શિસ્તના મામલે, હું કંઈપણ છુટછાટ આપીશ નહિ… હું સખ્ત અધીનતાનો આગ્રહ રાખીશ. તમને મેળ આવે એ સારું તેની સખ્તાઈ હું ઘટાડીશ નહિ,” સત્ય સાંઈ ઉવાચ ૨, પાન નં. ૧૮૬

જો તમે આ બધું પાળી શકો તો તો આ વલણ વ્યાજબી છે. પણ તમે આ ધારાધોરણ ના જાળવી શકો તો શું? ‘પાપ’ની અવધારણા (વિચાર) અહીંથી આવે છે. જયારે હું નૈતિક ધોરણ ચુકી જાઉં છું, અથવા હું જે જાણું છું કે મારે કરવું જોઈએ તે કરવામાં ઉણો ઉતરું છું ત્યારે હું ‘પાપ’ કરું છું અને એક પાપી ઠરું છું. પોતે ‘પાપી’ છે એવું સંભાળવું કોઈને પણ ગમતું નથી – આ તો આપણને ખુબ અકળાવનારી અને દોષિત હોવાની લાગણી કરાવે છે, આ બધાં વિચારોને હટાવવા ભિન્ન ભિન્ન બહાનાઓ વડે આપણે ખુબ જ માનસિક અને ભાવનાત્મક ઉર્જા વાપરીએ છીએ. કદાચિત, આપણે શ્રી સત્ય સાંઈબાબા સિવાય કોઈ અન્ય ગુરુને અન્યત્ર શોધીએ, પણ જો એ ‘સારા’ ગુરુ હોય તોએ તેમના નૈતિક ધોરણો પણ એકસરખા જ હશે –  અને આપણે માટે સિંધ્ધાંતોને સ્વભાવમાં તબદીલ કરવાનું એટલું જ મુશ્કેલ.

પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) કહે છે આપણામાંના દરેક આ પાપથી સભાન છીએ, ધર્મ અને શિક્ષણના કોઈ  પણ બાધ વગર, કારણ કે આ પાપની સભાનતા આપણા અંતઃકરણમાંથી આવે છે. વેદ પુસ્તક તેને આ રીતે વ્યક્ત કરે છે,

કેમ કે વિદેશીઓની પાસે નિયમ [શાસ્‍ત્ર] નથી તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્‍ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેઓને નિયમ [શાસ્‍ત્ર] હોવા ન છતાં તેઓ પોતે પોતાને માટે નિયમરૂપ છે. તેઓના અંત:કરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે. અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે. (રોમનોને પત્ર ૨:૧૪-૧૫)

એટલા જ માટે કુંભમેળાના કરોડો શ્રદ્ધાળુઓ તેમના પાપનું ભારણ અનુભવે છે. એવું જ કે જે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) કહે છે.

કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે (રોમનોને પત્ર 3:૨૩)

પ્રતાસના મંત્રમાં પાપનું આલેખન

આ વિચારો ખુબ જ જાણીતા પ્રાર્થસ્નાન (અથવા પ્રતાસના) મંત્રમાં વ્યક્ત કરવામાં આવેલ છે જે હું નીચે લખું છું.

હું એક પાપી છું. હું પાપનું જ પરિણામ છું. પાપમાં હું ઉત્પન્ન થયો. મારો પ્રાણ પાપને આધીન છે. પાપીઓમાં હું મુખ્ય છું. હે પ્રભુ જેમના લોચન સુંદર અને કોમળ છે, મારો બચાવ કરો, હે બલિદાનના પ્રભુ.

આ પ્રાર્થનામાં રહેલા વિધાન અને વિનંતીને શું તમે ઓળખી નથી કાઢી?

સુવાર્તા ‘આપણા પાપને ધોઈ નાંખે છે’

વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માં સુવાર્તા પાઠ આ જ સમસ્યાના સમાધાનની વાત કરે છે જે  કુંભમેળા ના તીર્થયાત્રીઓ અને પ્રતાસના મંત્ર પઢતા શ્રધ્ધાળુઓ શોધી રહ્યાં છે – ‘તેમના પાપોથી મુક્તિ’. જેઓ પોતાના વસ્ત્રો ધુએ છે (તેમના નૈતિક કૃત્યો) તે સર્વને તે આશિષનું વચન આપે છે. તેમને અમરત્વનું વરદાન (જીવનનું ઝાડ), સ્વર્ગલોક (‘એક નગર’) મળે છે.

જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે. (પ્રકટીકરણ ૨૨:૧૪)

કુંભમેળાનું પર્વ આપણને પાપની જે વાસ્તવિકતા છે તે એક ‘માઠા સમાચાર’ તરીકે દર્શાવે છે, એમ કરી શુધ્ધ થવા સારું આપણને જાગૃત કરે છે. સુવાર્તાના આ વાયદામાં જો થોડી ઘણી પણ સચ્ચાઈ હોય તો તેની ઉલટતપાસ કરવી એકદમ વ્યાજબી છે. આ વેબસાઈટનો ઉદ્દેશ્ય આ જ છે.

જો તમે શાશ્વત જીવન સબંધી જાણવા રસ ધરાવો છો, જો તમે પાપોથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો તમારે થોડી વધારે મુસાફરી કરવી બહુ શાણપણ ભર્યું ગણાશે, એ જાણવા કે પ્રજાપતિ સબંધી શું પ્રગટ કરવામાં આવ્યું – ઈશ્વર જેમણે આખો સંસાર અને આપણી પણ ઉત્પત્તિ કરી – પ્રજાપતિ આપણને એટલા માટે પુરા પાડ્યા કે આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. વેદો પણ આ જ શીખવે છે. ઋગ્વેદમાં પુરૂષસુક્તાની વાત આવે છે જે પ્રજાપતિના માનવદેહ અવતરણ (અવતાર)નું અને તેમણે આપણા માટે જે બલિદાન આપ્યું તેનું વર્ણન કરે છે. પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) માનવ ઇતિહાસમાં આ પરિયોજના કેવી રીતે સંપન્ન થઈ તે વધુ વિસ્તારથી વર્ણવે છે, ઈસુ સત્સંગનું જીવન અને મરણ (ઈસુ ખ્રિસ્ત). તમે પણ તમારા પાપ ધોઈ શકો તે માટે આ યોજના સમજવા થોડો સમય કાઢી તેની તપાસ કેમ ના કરો.