દિવાળી અને પ્રભુ ઈસુ

સૌપ્રથમ દિવાળીને એકદમ નજદીકથી જોવાનો લ્હાવો હું જયારે ભારતમાં કામ કરતો હતો ત્યારે મળ્યો હતો. હું અહીં એક મહિના માટે જ આવ્યો હતો અને હું જ્યાં રહેતો હતો ત્યાં ચારેબાજુ દિવાળી ધૂમધામથી ઉજવાતી હતી. મને સૌથી વધારે યાદ છે એ તો ફટાકડા – હવા ધુમાડાથી ભારે થઈ જતી, મને આંખોમાં પણ થોડી બળતરા થતી. પરંતુ ખુબ મજા અને આવેશ સાથે ઉજવાતી દિવાળી વિશે હું જાણવા માંગતો હતો કે આ શાનું પર્વ છે અને આ ઉજવણીનો શું અર્થ છે. હું તો બસ દિવાળીના પ્રેમમાં જ પડી ગયો હતો.

આ ‘જ્યોતીઓના પર્વ’ એ મને પ્રેરણા આપી કેમ કે હું ઈસુ સત્સંગ જેને પ્રભુ ઈસુ કહેવાય તેનો વિશ્વાસી અને અનુયાયી  છું, અને તેમના શિક્ષણનો મુખ્ય સંદેશ તો એ છે કે તેમનો પ્રકાશ આપણી અંદરના અંધકારને દૂર કરે છે. તેથી દિવાળી અને પ્રભુ ઈસુ વચ્ચે એક ખાસ સબંધ છે.

મોટાભાગના લોકો એ સ્વીકારશે કે આપણી સમસ્યા આપણી અંદર રહેલો અંધકાર છે. આ જ તો કારણ છે કે લાખો ને કરોડો લોકો કુંભ મેળામાં ભાગ લે છે – કારણ કે લાખો કરોડો લોકો જાણે છે કે તેઓમાં પાપ છે અને તેમને પાપ ધોઈ નાખીને શુદ્ધ થવાની જરૂર છે. વળી, પ્રાચીન પ્રાર્થસ્નાન પ્રાર્થના (અથવા પ્રતાસના) મંત્ર પણ આપણ સર્વની અંદર રહેલા પાપ અને અંધકાર વિશે વાત કરે છે. 

હું એક પાપી છું. હું પાપનું જ પરિણામ છું. પાપમાં હું ઉત્પન્ન થયો. મારો પ્રાણ પાપને આધીન છે. પાપીઓમાં હું મુખ્ય છું. હે પ્રભુ જેમના લોચન સુંદર અને કોમળ છે, મારો બચાવ કરો, હે બલિદાનના પ્રભુ.

આપણી અંદર રહેલા અંધકાર અને પાપનો વિચાર ખુબ નિરાશાજનક છે. તેના સબંધી વિચાર કરીએ એ પણ આપણને ખુબ ‘માઠી ખબર’ જેવું લાગે છે. પરંતુ એટલા જ માટે તો અંધકાર પર વિજય મેળવતા પ્રકાશ (જ્યોતિ) ની વાત આપણને એક અજબ આશા ને મોટી ઉજવણી આપી જાય છે. તેથી જ તો દિવાળી ઘણાં બધાં દીપક, મીઠાઈઓ અને ફટાકડાઓ સાથે આપણને પ્રકાશના અંધકાર પર વિજયની આશા આપે છે.

પ્રભુ ઈસુ – જગતનું અજવાળું

પ્રભુ ઈસુએ આ જ પ્રમાણે કર્યું. વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માં સુવાર્તા પાઠ ઈસુને આ રીતે રજૂ કરે છે.

 1 જગતનો આરંભ થયા પહેલાંથી, તે શબ્દ ત્યાં હતો. તે શબ્દ દેવની સાથે હતો. તે શબ્દ દેવ હતો. 2 તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો. 3 તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. 4 તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો. 5 તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે. અંધકારે પ્રકાશને જાણ્યો નથી. (યોહાન ૧:૧-૫)

તમે જુઓ, દિવાળી જે આશા વ્યક્ત કરે છે તેની પરિપૂર્ણતા આ ‘શબ્દ’ જ છે. આ આશા જે ‘શબ્દ’માં છે તે ઈશ્વર તરફથી આપવામાં આવે છે, જેને આ સુવાર્તાનો લેખક સંત યોહાન થોડી વાર પછી ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવે છે. આ સુવાર્તા આગળ જણાવે છે કે:

 9 સાચો પ્રકાશ જગતમાં આવતો હતો. આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે. 10 તે શબ્દ જગતમાં હતો જ. તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે. પણ જગતે તેને ઓળખ્યો નહિ. 11 જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું. પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ. 12 કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13 જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા. તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા. આ બાળકો દેવથી જન્મ્યા હતા. (યોહાન ૧:૯-૧૩)  

આ દર્શાવે છે કે ઈસુ કેવી રીતે ‘સર્વને અજવાળું આપવા આવ્યા’. કેટલાંક એવું માને છે કે આ તો ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ છે, પરંતુ ધ્યાનથી જુઓ, આ વરદાન ‘જગત’ ના ‘સર્વલોક’ ને માટે છે, કે સઘળાં ‘ઈશ્વરના બાળકો બની શકે’. આ વરદાન દરેકને માટે છે ખાસ કરીને જેઓ તેની ઈચ્છા રાખે છે, દિવાળીની માફક તેમની અંદરના અંધકાર ઉપર પ્રકાશના વિજયનું વરદાન.

પ્રભુ ઈસુ વિશે તેમના જન્મના હજારો વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી

પ્રભુ ઈસુ વિશે ખુબ જ અદભુત બાબત એ છે કે ધરતી પર તેમના માનવદેહ (અવતાર)માં આવવાની ભવિષ્યવાણી તેમના જન્મ પૂર્વે હજારો વર્ષો અગાઉ અને ઘણી બધી રીતે પુરાતન માનવ ઇતિહાસમાં જોવા મળે છે, તેનો ઉલ્લેખ પ્રાચીન યહૂદી ગ્રંથોમાં જોવા મળે છે. ઈસુ આ પૃથ્વી પર આવ્યા એ પેહલાં તેમનાં આવવા વિશે ઘણું બધું લખવામાં આવ્યું. ઈસુના માનવદેહ અવતરણ (અવતાર) વિશેની આગાહી પ્રાચીન ઋગ્વેદના મહાકાવ્ય જે આવનાર મહાપુરુષની પ્રસંશામાં લખાયું છે જોવા મળે છે, વળી જે પ્રારંભની માનવજાતની મુખ્ય બીનાઓ નોંધે છે, જેવી કે મનુ નો મહાપ્રલય, એ જ વ્યક્તિ જેને પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) નૂહ તરીકે ઓળખાવે છે. આ પુરાતન ઘટનાઓ માણસની અંદર રહેલા પાપને અંધકાર તરીકે દર્શાવે છે અને તેના ઉપાય તરીકે આવનારા મહાપુરુષની આશા સેવે છે, જે પ્રભુ ઈસુ જ છે.      

ઋગ્વેદમાં મહાપુરુષ સબંધી જે ભવિષ્યવાણી છે તેમાં ઈશ્વરનું એક સંપૂર્ણ પુરૂષના રૂપમાં પૃથ્વી પર અવતરણ (અવતાર) અને તેમનું બલિદાન કરવામાં આવશે એવું દર્શાવે છે. આ બલિદાન આપણા સઘળાં પાપના કર્મોની કિંમત ચુકવવા તેમ જ આપણને અંદરથી શુદ્ધ કરવા માટે પર્યાપ્ત (સંપૂર્ણ) થશે. સ્નાન અને પુજા સારા છે, પણ તે આપણને ફક્ત બહારથી જ શુદ્ધ કરવા પૂરતા મર્યાદિત છે. અંદરથી આપણને શુદ્ધ કરી શકે એ સારુ આપણને એક ઉમદા બલિદાનની જરૂર હતી.

યહૂદી શાસ્ત્રોમાં પ્રભુ ઈસુ વિશેની ભવિષ્યવાણીઓ 

ઋગ્વેદની જેમ જ યહૂદી શાસ્ત્રોમાંમાં પણ આવનાર મહાપુરુષ સબંધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. યહૂદી શાસ્ત્રોમાં એક પ્રખ્યાત ઋષિ હતા, યશાયા (જેઓની હયાતી ઈસવીસન પૂવે ૭૫૦ વર્ષમાં હતી). તેમને આ આવનાર મહાપુરુષ સબંધી ઘણી અંતઃસ્ફૂરણા થઈ જે તેમણે નોંધી લીધી. તેમણે જયારે ઈસુ ખ્રિસ્તના આવવાની ઘોષણા કરી ત્યારે જાણે કે દિવાળીની અપેક્ષા કરી.

અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે. (યશાયા ૯:૨)

પણ આવું કેવી રીતે બને? તેઓ આગળ લખે છે,

 કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.” (યશાયા ૯:૬)

ઈસુ માનવદેહ (અવતાર) ધરીને પૃથ્વી પર આવ્યા તો પણ આપણાં સેવક બન્યા, આપણને સૌથી વધારે જેની જરૂરીયાત હતી તે સબંધી તેમણે આપણી સહાયતા કરી.

 4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે; 5 પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છીએ. 6 આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે. (યશાયા ૫૩:૪-૬)

યશાયા પ્રભુ ઈસુના વધસ્તંભ પરના મરણનું વર્ણન કરે છે. આ ઘટના બની તેના ૭૫૦ વર્ષ પહેલાં તેમણે આ ભાખ્યું, અને આ વધસ્તંભ પરનું એમનું મરણ એ જ એ બલિદાન છે જે થકી આપણને સજાપણું મળે છે. આ એક સેવક કે ચાકરનું કામ જે માટે ઈશ્વર તેમને કહે છે

 6 “ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત તું વધારે કામ કરીશ, પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.” 7 જેને લોકો ધૃણાની નજરે જુએ છે, જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે, જે અન્યાયી શાસકોનો ગુલામ છે, તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે, “તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે, અને સરદારો પગે પડશે,” એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે. (યશાયા ૪૯:૬-૭)

તમે જોયું! આ તમારા માટે છે અને મારા માટે છે. આ સઘળાં લોકોને માટે છે.

સંત પાઉલનું ઉદાહરણ

હવે એક વ્યક્તિ કે જેણે પ્રભુ ઈસુનું બલિદાનનો પોતાને માટે ધરાર ઈનકાર કર્યો હોય તો તે હતા સંત પાઉલ, તેમણે ઈસુના નામનો સખ્ત વિરોધ કર્યો. પરંતુ તેમનો ભેટો જયારે પ્રભુ ઈસુ સાથે થયો તે પછી તેમણે આમ લખ્યું

 દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે. (૨ કરિંથીઓને પત્ર ૪:૬)

સંત પાઉલને પ્રભુ ઈસુની સાથે અંગત ભેટો થયો જેથી તેમના ર્હદયમાં પ્રકાશ પ્રગટ્યો.

ઈસુના આ પ્રકાશનો અનુભવ તમારે માટે

તો અંધકાર અને પાપથી ઉદ્ધાર એટલે કે ‘મોક્ષ’ મેળવવા આપણે શું કરવું પડે, જે પ્રકાશની ભવિષ્યવાણી ઋષિ યશાયા કરી, જે પ્રભુ ઈસુએ પ્રગટાવ્યો, અને જેનો સંત પાઉલે અનુભવ કર્યો તે આપણને કેવી રીતે મળે? સંત પાઉલ આ પ્રશ્નનો ઉત્તર આપતા લખે છે કે,

 જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે (રોમનોને પત્ર ૬:૨૩)

જુઓ, અહીં તેઓ કહે છે કે આ ‘દાન’ (ભેટ) છે. ભેટ એ છે જે તમે કમાતા નથી. તમને કોઈ ભેટ આપે છે તેનો મતલબ તમે તે કમાતા નથી સામાન્ય રીતે તેના હકદાર નથી. વળી તમને એ ભેટનો ત્યાં સુધી કોઈ જ ફાયદો નથી જ્યાં સુધી તમે તે ‘સ્વીકારતા’ નથી. આ અહીં વિસ્તારથી સમજાવ્યું છે, તેથી જ સંત યોહાન જેમને આપણે અગાઉ પણ ટાંક્યા છે, લખ્યું,

કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. (યોહાન ૧:૧૨)

તમે સહજ રીતે ઈસુનો સ્વીકાર કરો. તમે ઈસુને આ ભેટ તમને આપવા માટે પણ કહી શકો છો. તમે ઈસુ પાસે વિનંતી કરી શકો છો કેમ કે તેઓ જીવંત છે. હા, આપણા પાપોને સારુ તેઓ બલિદાન થયા હતા ખરા, પરંતુ ત્રણ દિવસ પછી સજીવન થયા, જેમ ઋષિ યશાયાએ દુઃખ સહેતા સેવક વિશે વષો અગાઉ ભાખ્યું હતું કે 

 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિદોર્ષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.” (યશાયા ૫૩:૧૧)

પ્રભુ ઈસુ આજે પણ જીવંત છે અને જયારે તમે તેમને વિનંતી કરો ત્યારે તમારું સાંભળે છે. તમે પ્રાર્થસ્નાન (અથવા પ્રતાસના) મંત્રની પ્રાર્થના તેમને કરી શકો, તેઓ તમારું સાંભળશે અને તમારો ઉદ્ધાર (મોક્ષ) કરશે કેમ કે તેમણે પોતાનું બલિદાન તમારે સારુ  આપ્યું છે, અને તેમની પાસે એ સત્તા અને અધિકાર પણ છે. અહીં એક ટુંકી પ્રાર્થના આપી છે જે તમે કરી શકો.

હું એક પાપી છું. હું પાપનું જ પરિણામ છું. પાપમાં હું ઉત્પન્ન થયો. મારો પ્રાણ પાપને આધીન છે. પાપીઓમાં હું મુખ્ય છું. હે પ્રભુ જેમની આંખો સુંદર અને કોમળ છે, મારો બચાવ કરો, હે બલિદાનના પ્રભુ.

અન્ય લેખો સબંધી ઈન્ટરનેટ પર અહીં તપાસ કરો. આ લેખો માનવજાતના પ્રાચીન ઇતિહાસથી શરુ કરી સંસ્કૃત અને યહૂદી શાસ્ત્રોમાંથી માણસજાતને અંધકારમાંથી છોડાવી પ્રકાશમાં લાવવાની એટલે કે ઉદ્ધાર (મોક્ષ) માટે ઈશ્વરની સનાતન યોજના અને મહાન ભેટ (વરદાન અથવા કૃપાદાન) વિશે જણાવે છે.  

આ દિવાળી પર જયારે તમે દીપ પ્રગટાવો અને ભેટોની આપ-લે કરો, ત્યારે મારી પ્રાર્થના છે કે તમે પ્રભુ ઈસુ તરફથી દિવ્ય પ્રકાશનો અનુભવ મેળવો જેમ સંત પાઉલે આ પ્રકાશનો અનુભવ કર્યો જે થકી તેમના જીવનનું બદલાણ થઈ ગયું તે જ પ્રકાશ તમને પણ આપવામાં આવે છે. તમને દિવાળીની શુભેચ્છાઓ.

ઈસુના બલિદાન દ્વારા શુધ્ધતાનું વરદાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

ઈસુ સઘળાં લોકના ઉદ્ધારને માટે સ્વયં બલિદાન થવા સારું આવ્યા. આ મહાન સંદેશની પુર્વછાયા પ્રાચીન ઋગ્વેદના મહાકાવ્યોમાં તેમ જ પ્રાચીન યહૂદી શાસ્ત્રોમાં વર્ણવેલ પર્વો અને પ્રતિજ્ઞાઓમાં જોવા મળે છે. ઈસુ જ એ ઉત્તર છે જે પ્રશ્ન સ્વરૂપે આપણે પ્રાર્થસ્નાનની પ્રાર્થનામાં (જેને પ્રતાસના) મંત્ર પણ કહે છે ઉચ્ચારીએ છીએ. પરંતુ આ કેવી રીતે બને? કર્મનો જે નિયમ આપણ સર્વને લાગુ પડે છે તે સબંધી પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) વાત કરે છે.

કેમ કે પાપનું વેતન મરણ છે… (રોમનોને પત્ર ૬:૨૩)

નીચે આપેલા ઉદાહરણ દ્વારા કર્મનો સિધ્ધાંત સમજીએ. “મરણ” એક પ્રકારનો વિયોગ અથવા જુદાપણું છે. જયારે પ્રાણ આપણા શરીરથી જુદો/વિયોગી થાય ત્યારે આપણે દૈહિક રીતે મરણ પામીએ છીએ. તે જ પ્રમાણે આત્મિક રીતે આપણે ઈશ્વરથી વિયોગી થઈએ એ પણ એવું જ છે. આ સત્ય છે, કેમ કે ઈશ્વર પવિત્ર (પાપરહિત) છે.

બે ટેકરીઓની વચ્ચે આવેલી ખાઈની માફક પાપોને કારણે આપણે ઈશ્વરથી વિખુટા થયા છીએ

એક ટેકરી પર આપણે ઉભેલા અને બીજા પર ઈશ્વર, આપણ બંનેને વિખુટા પાડતી અગાધ ખાઈ વચ્ચે આવેલી હોય એવું નિરૂપણ થઈ શકે.

આ વિયોગ ભય અને દોષિતભાવ ઉત્પન્ન કરે છે. તેથી આપણે સ્વાભાવિક રીતે એક સેતુ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે આપણને આપણી બાજુ (મરણ) થી ઈશ્વરની બાજુ લઈ જાય. આપણે બલિદાન ચઢાવીએ, પૂજા અર્ચના કરીએ, બ્રમ્હચર્યનું પાલન કરીએ, પર્વો પાળીએ, મંદિરોમાં જઈએ, પૂજા, આરતી અને પ્રાર્થના કરીએ જેથી ઘણુંખરું કરીને પાપથી બચી જઈએ. પોતાના જ  પ્રયત્નોથી પુણ્ય કમાવી લેવા માટે આપણામાંના ઘણાખરાંને માટે આ યાદી કદાચ હજુ લાંબી બની શકે. જો કે સમસ્યા એ છે કે આપણાં પ્રયત્નો, પુણ્યો, બલિદાનો, વૈરાગી જીવન વગેરે આમ જોવા જતા ખોટા નથી પરંતુ અપૂરતા છે કારણ કે આપણાં પાપોનું વેતન (પરિણામ) “મરણ” છે. આ બાબત આગળના રેખાચિત્રમાં દર્શાવેલ છે.

ધાર્મિક સત્કાર્યો – સારા ભલે હોય – ઈશ્વર અને આપણી વચ્ચેની ખાઈને ભરી નથી શકતા

ધાર્મિક સત્કાર્યો દ્વારા આપણે ઈશ્વર અને આપણી વચ્ચેની ખાઈ ને પુરવા અર્થાત્ સામે પાર જવા પ્રયત્ન કરીએ છીએ. આમાં કંઈ ખોટું તો નથી પણ આ આપણી સમસ્યાનું સમાધાન નથી, કારણ કે આ બાબતો આપણને સામે પાર લઈ જઈ શકતી નથી. આપણાં આ બધાં પ્રયત્નો નિરર્થક છે. આ તો એવું કહેવાય કે કકર્કરોગ (કેન્સર જે મરણ નીપજાવે) થી સાજાભલા થવા આપણે ફક્ત લીલાં શાકભાજી જ ખાઈએ. લીલાં શાકભાજી ચોક્કસ સારા છે પરંતુ કર્કરોગ મટાડવા કદી પણ પુરતા નથી. કર્કરોગ મટાડવા માટે અલગ જ સારવાર લેવી પડે. ઉપરના રેખાચિત્રમાં આ બાબત જોઈ શકાય છે કે આપણા પ્રયત્નોથી (ધાર્મિક સત્કાર્યોથી) ઈશ્વર અને આપણી વચ્ચેની ખાઈ પુરવા તો કરીએ છીએ પણ એ પુરતું નથી થતું, આપણે હજુ પણ ઈશ્વરથી વિખુટા જ છીએ.

કર્મનો નિયમ આપણી માટે ખુબ માઠાં સમાચાર છે – એટલાં માઠાં કે એ વિશે આપણે સાંભળવા પણ માંગતા નથી, તેથી આપણે આપણા જીવનોને વિવિધ પ્રવૃત્તિઓથી વ્યસ્ત કરી નાંખીએ છીએ અને એવી આશા સેવીએ છીએ કે ગમે એમ કરીને કર્મના આ વિષચક્રથી છુટી જઈએ – આ બધું ચાલતું રહે છે એટલે સુધી કે આ પરિસ્થિતિનું ભારણ આપણા પ્રાણ પર પણ હાવી થઈ જાય. પરંતુ પવિત્ર બાઈબલના વચનનો આ કર્મના સિંધ્ધાંતથી અંત નથી થતો.

કેમકે પાપનું વેતન મરણ છે પરંતુ… (રોમનોને પત્ર ૬:૨૩)

નાનો શબ્દ “પરંતુ” દર્શાવે છે કે કર્મના નિયમની દિશા હવે બદલાવાની તૈયારી જ છે, તે હવે શુભ સંદેશ – સુવાર્તા તરફ જઈ રહી છે.. કર્મનો સિધ્ધાંત હવે મોક્ષ કે નિર્વાણની તરફ વળી રહ્યો છે. તો મોક્ષનો આ શુભ સંદેશ છે શું?

કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે. (રોમનોને પત્ર ૬:૨૩)

સુવાર્તાનો શુભસંદેશ એ છે કે ઈસુનું બલિદાન ઈશ્વર અને આપણી વચ્ચેની ખાઈને પુરવા માટે સંપૂર્ણ છે. અમે આ જાણીએ છીએ કેમ કે મરણ બાદ ત્રીજા દિવસે ઈસુ સદેહે સજીવન થયા, એટલે કે શારીરિક પુનરૂત્થાન પામ્યા. ઘણાંખરાં લોકો આજે આ સત્ય સ્વીકારતા નથી પરંતુ ઈસુના પુનરૂત્થાનનો દાવો કેટલો સશક્ત રીતે થઈ શકે તે મહાવિદ્યાલયના એક જાહેર વ્યાખ્યાનમાં અહીં જોઈ શકો. (વિડીઓ અહીં ખોલો) 

ઈસુ જ એ પુરૂષ છે જેમણે સંપૂર્ણ બલિદાન આપ્યું. ઈસુ એક માણસ હતા તેથી તે વચ્ચે આવેલી ખાઈની ઉપર સેતુ સમાન એક બાજુ જ્યાં માણસ ઉભો છે તેને સ્પર્શ કરી શકે છે, અને ઈસુ સંપૂર્ણ (પાપરહિત) હોવાથી ખાઈની બીજી બાજુ જ્યાં ઈશ્વર છે તેને પણ સ્પર્શ કરી શકે છે. આમ ઈસુ માણસ અને ઈશ્વરની વચ્ચે જીવનનો સેતુ છે જેનું ચિત્રણ નીચે જોઈ શકાય.

ઈસુ જ એ સેતુ છે જે માણસ અને ઈશ્વર વચ્ચેની ખાઈને પૂરે છે. ઈસુનું બલિદાન આપણાં પાપોની કીંમત ચુકવે છે

ઈસુનું બલિદાન આપણને કેવી રીતે આપવામાં આવ્યું છે તેની ઉપર ધ્યાન આપો. તે એક … ‘ભેટ’ સ્વરૂપે આપવામાં આવ્યું છે. ભેટ ચાહે કંઈ પણ હોય, જો એ ભેટ છે તો એટલું ચોક્કસ છે કે તમે તેના માટે કામ કર્યું નથી કે તેને કમાયા નથી. જો તમે તેને કમાઓ તો પછી તે ભેટ રહેતી નથી. એ જ પ્રમાણે આપણે આપણાં કાર્યોથી કે કોઈ રીતે પણ ઈસુના બલિદાનને કમાઈ શકતા નથી. એ આપણને કેવળ ભેટ સ્વરૂપે જ મળે છે.

અને આ ભેટ શું છે? તે છે ‘શાશ્વત/અનંત જીવન’. તેનો અર્થ એ કે પાપ જેના કારણે મરણ આવ્યું તે હવે રદબાતલ થયું છે. ઈસુનું બલિદાન એવાં સેતુ સમાન છે જે દ્વારા આપણે ઈશ્વરની સાથે ફરીથી જોડાઈ શકીએ છીએ અને જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ – અનંતકાળનું/શાશ્વત જીવન. આ ભેટ આપણને  ઈસુ દ્વારા આપવામાં આવી છે, જેમણે મરણમાંથી સજીવન થવા દ્વારા પોતાને ‘પ્રભુ’ તરીકે પ્રગટ કર્યા.

તો તમે અને હું આ સેતુ જે ઈસુ આપણને ભેટ રૂપે આપે છે તે ઉપરથી કેવી રીતે ‘પસાર થઈ શકીએ’? ભેટ સબંધી ફરીથી વિચાર કરો. જો કોઈ તમને ભેટ આપે છે તેનો મતલબ એ કે તમે તેના માટે કામ નથી કરતા. પરંતુ ભેટનો ફાયદો ત્યારે જ મળે જયારે તમે તેનો ‘સ્વીકાર’ કરો. જયારે પણ ભેટ આપવામાં આવે ત્યારે બે વિકલ્પ રહે છે. તમે યાં તો ભેટ નો નકાર કરી શકો છો (“ના, તમારો આભાર”) અથવા તમે તેનો સ્વીકાર કરો છો (“ભેટને માટે તમારો આભાર, હું તે લઈશ”). તે જ પ્રમાણે ઈસુ જે આ ભેટ આપે છે તેનો તમારે સ્વીકાર કરવો પડે. તેનું માત્ર ‘વિશ્વાસ,’ ‘અધ્યયન’ કે ‘સમજણ’ પૂરતા નથી. આનું નિરૂપણ આગળના રેખાચિત્રમાં જોવા મળે છે જ્યાં આપણે સેતુ પર ઈશ્વર તરફ ફરીને ચાલીએ છીએ, અને આપણને જે ભેટ મળે છે તેનો સ્વીકાર કરીએ છીએ.

ઈસુનું બલિદાન એ એક ભેટ છે જે આપણામાંના દરેકે સ્વીકારવી પડે

તો આ ભેટને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? પવિત્ર બાઈબલ આમ કહેછે,

જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. (રોમનોને પત્ર ૧૦:૧૨)

ધ્યાન આપો કે આ વચન ‘દરેક’ને માટે છે, કોઈ ચોક્કર ધર્મના, જાતિના, કે દેશના લોકો માટે જ છે એમ નહિ. મૃત્યુમાંથી સજીવન થવા દ્વારા ઈસુ આજે પણ જીવંત છે અને સર્વનો ‘પ્રભુ’ છે. જો તમે ઈસુને વિનંતી કરો તો તે તમારી વિનંતી સાંભળશે અને તમને પણ જીવનની ભેટ આપશે. તમારે ઈસુને વિનંતી કરવાની જરૂર છે – બસ વાતચીત કરવાની જરૂર છે. કદાચ તમે આવું પહેલા કદી પણ કર્યું નથી. ઈસુની સાથે પ્રાર્થના અને વાર્તાલાપ કરવા માટે તમને મદદરૂપ થવા સારુ અહીં એક માર્ગદર્શિકા આપી છે. આ કોઈ જાદુઈ મંત્રોચ્ચાર નથી કે અલૌકિક શક્તિ પ્રદાન કરે એવાં વિશિષ્ટ શબ્દો પણ નથી. તમને આ ભેટ આપવા માટે પ્રભુ ઈસુના સામર્થ્ય અને તેમની રાજીખુશીની ઈચ્છા પર અમારો તો પૂરો વિશ્વાસ છે. આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીશું તો તેઓ આપણું સાંભળશે અને આપણી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે. માટે કોઈ પણ જાતના સંકોચ વગર આ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી ચાહો તો બોલીને કે મનમાં જ વાંચીને ઈસુની આ ભેટનો સ્વીકાર કરો.

વ્હાલા પ્રભુ ઈસુ. હું સમજુ છું કે મારા જીવનમાં પાપને કારણે હું ઈશ્વરથી અલગ થયો છું. મારા અથાગ પ્રયત્નો કે સ્વાર્પણ દ્વારા પણ હું આ જુદાપણાંનો ઉપાય કરી શકતો નથી. પરંતુ હું સમજુ છું કે તમારું મરણ સઘળાં પાપોને ધોઈ નાંખવા માટેનું બલિદાન હતું – મારા પાપોને માટે પણ. હું વિશ્વાસ કરું છું કે તમે બલીદાન બાદ મરણમાંથી સજીવન થયા જેથી હું જાણી શકયો કે તમારું બલિદાન સંપૂર્ણ હતું. હું તમને વિનંતી કરું છું કે મારા પાપોથી મને શુદ્ધ કરો અને મને ઈશ્વરની સાથે જોડી દો કે જેથી મને શાશ્વત જીવન પ્રાપ્ત થાય. હું પાપની ગુલામીમાં જીવન જીવવા ઈચ્છતો નથી, તેથી આ પાપ જે મને કર્મના બંધનમાં બાંધી રાખે છે તેમાંથી મને મુક્તિ આપો. પ્રભુ ઈસુ, મારા માટે આ સઘળું કરવા માટે તમારો આભાર, અને મારા જીવનમાં નિત્ય મને દોરવણી આપતા રહો જેથી તમને મારા પ્રભુ માની તમારી પાછળ ચાલી શકું.

મહાઉત્સવ કુંભમેળો: પાપના માઠા સમાચાર અને આપણી શુદ્ધ થવાની જરૂરીઆતને દર્શાવે છે

માનવ ઇતિહાસનો અત્યાર સુધીના સૌથી મોટો મેળાવડો ભારતમાં થાય છે અને તે દર બાર વર્ષે યોજાય છે. અધધધ કહી શકાય એવી દસ (૧૦) કરોડની જનમેદની પંચાવન (૫૫) દિવસ સુધી ચાલતા આ મહા કુંભમેળા દરમ્યાન પ્રયાગરાજ (અલાહાબાદ)માં ગંગા નદીમાં ડૂબકી લગાવવા ઉતરી પડે છે, છેલ્લે ૨૦૧૩ના કુંભમેળા દરમ્યાન તો એક કરોડ લોકોએ પહેલા જ દિવસે ગંગામાં ડૂબકી લગાવી દીધી હતી.

મહા કુંભમેળા દરમ્યાન ગંગા નદી કિનારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

એનડીટીવીનો અહેવાલ જણાવે છે કે ગંગામાં ડૂબકી લગાવાના સૌથી વ્યસ્ત દિવસોમાં તો  કુંભમેળાના આયોજકો લગભગ બે (૨) કરોડ શ્રદ્ધાળુઓ માટેની તૈયારી રાખે છે. દર વર્ષે મક્કા હજ કરવા જતાં મુસલમાન બિરાદરોની સંખ્યા કે જે ત્રીસ થી ચાલીસ (૩૦-૪૦) લાખ છે તે આ કુંભમેળાની સંખ્યા આગળ તો વામણી જ લાગે.

મેં પ્રયાગરાજ (અલાહાબાદ)ની મુલાકાત લીધી છે ને આટલા નાના શહેરમાં આટલી મોટી જનમેદની કશું પણ ચક્કાજામ થવા દીધા વગર કેવી રીતે ભેગી થઈ શકે એ તો મારી સમજની બહાર છે. છેલ્લા કુંભમેળા દરમ્યાન બીબીસીએ તેના રીપોર્ટમાં બતાવ્યું હતું કે આટલી મોટી જનમેદનીને માટે શૌચાલય તેમજ તત્કાલીન સારવાર વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

તો પ્રશ્ન એ છે કે શા માટે દસ (૧૦) કરોડ લોકો લગભગ બાર(૧૨) હજાર કરોડનો ખર્ચ કરી ગંગામાં ડૂબકી લગાવવા આવે છે? નેપાળથી આવેલા એક શ્રદ્ધાળુએ બીબીસીના સંવાદદાતાને જણાવ્યું કે

“મેં મારા પાપો ધોઈ નાંખ્યા છે.”

રાયટર્સ સમાચાર એજન્સીને

રઝળપાટ કરતા એક સાધુ, સ્વામી શંકરાનંદ સરસ્વતી કે જેઓ સિત્તેર વર્ષના છે, શિયાળામાં ગંગા નદીના ઠંડા પાણીમાં ધ્રુજતા શરીરે કહે છે કે, “આ જન્મના જ નહિ પણ મારા પૂર્વ જન્મના પાપો પણ મેં ધોઈ નાંખ્યા છે.”

એનડીટીવી એ પોતાના સમાચારમાં જણાવ્યું: કે અહીં આવતા શ્રધ્ધાળુઓને એવો વિશ્વાસ છે કે પવિત્ર ગંગામાં ડૂબકી લગાવાથી તેમના પાપ ધોવાય જાય છે અને પોતે શુધ્ધ થઈ જાય છે.

મોહન શર્મા નામના એક તીર્થયાત્રીએ બીબીસીના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે “આપણે પોતે કરેલા પાપથી અહીં જ ધોઈને શુદ્ધ થઈ શકાય છે.” 

‘પાપ’નો સાર્વજનિક અથવા વિશ્વવ્યાપી દોષભાવ

બીજા શબ્દોમાં કહીએ તો લાખો અને કરોડો લોકો ખુબ પૈસા ખર્ચીને, ટ્રેનની સખત ભીડમાં મુસાફરી કરીને, આટલા માનવ મહેરામણમાં ધક્કામુક્કી કરીને પણ પોતાના પાપ ‘ધોઈ નાંખવા’ ગંગામાં ડૂબકી લગાવવા આવે છે. આ શ્રધ્ધાળુઓ શું કરે છે તેનો વિચાર કરીએ એ પહેલા એક બાબત તો ચોક્કસ છે તે તેમના જીવનની જે મોટી સમસ્યા – કે જે ‘પાપ’ છે તેનાથી તો તેઓ સજાગ છે.

શ્રી સત્ય સાંઈબાબા અને ‘સારું’ અને ‘ખોટું’

એક હિન્દુ ગુરુ જેના લખાણોનું મેં અધ્યયન કર્યું છે તે છે શ્રી સત્ય સાંઈબાબા. તેમના નૈતિક શિક્ષણનો હું પોતે પ્રસંશક છું. તેમના શિક્ષણનો સારાંશ અહીં નીચે આપું છું. તમે વાંચો ત્યારે તમારી જાતને આ પ્રશ્ન પુછજો કે “શું આ નૈતિક ધોરણોથી જીવન જીવવું જોઈએ? મારે આ પાળવું જોઈએ?   

“અને ધર્મ (એટલે કે આપણું નૈતિક કર્તવ્ય) શું છે? તમે જેનો ઉપદેશ આપો છો તે પહેલા તમે પોતે પાળો, તમે જે કહો છો તે પ્રમાણે પહેલા તમારે કરવું પડે. તમારાં સિદ્ધાંતો અને તમારા કર્મો એક જ લીટીમાં (એકસાથે) આવવા જોઈએ. નીતિમત્તાથી તમારી કમાણી કરો, ઉત્કંઠા સહિતનો ભક્તિભાવ રાખો, ઈશ્વરની બીક રાખો, તમારું જીવન ઈશ્વર સુધી પહોંચવું જોઈએ: આ જ ધર્મ છે. સત્ય સાંઈ ઉવાચ ૪, પાન નં. ૩૩૯.

“ખરેખર તમારી ફરજ શું છે?…

·         પ્રથમ તો, તમારા માતપિતાની કાળજી પ્રેમ, સન્માન અને આભારી ર્હદય સાથે રાખો.
·         બીજી, હંમેશા સત્ય બોલો અને સદાચારી જીવન જીવો.
·         ત્રીજી, જ્યારે પણ તમને નવરાશનો સમય મળે, જે કોઈ રૂપમાં પ્રભુ તમારા મનમાં હોય, પ્રભુનામ નું સ્મરણ કરો.
·         ચોથી, કોઈનું ભૂંડું કદી ના બોલો, કે અન્યોના દુર્ગુણ કદી ના શોધો.
·         અને છેલ્લે, કોઈને પણ કોઈ પણ રીતે દુઃખ ન પહોચાડો” સત્ય સાંઈ ઉવાચ ૪, પાન નં. ૩૪૮-૩૪૯.

“જે કોઈ પોતાના અહમને તાબે કરે છે, જે પોતાની લાલસા પર જીત મેળવે છે, જે પોતાની અંદરના પાશવી આવેગો અને લાગણીઓનો સંહાર કરે છે, અને આ શરીર મારું પોતાનું જ છે એવી નૈસગિક મનોવૃત્તિ જે ત્યજી દે છે, તે જ ખરેખર ધર્મના માર્ગ પર ચાલે છે.” ધર્મ વાહિની, પાન નં. ૪.  

મેં જયારે આ વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આ જ એ ધર્માંદેશો છે જે વડે મારે જીવવું જોઈએ – મારી  નૈતિક ફરજની રુએ. શું તમે મારી સાથે સંમત નથી? પણ શું તમે આ બધું તમારા જીવનમાં પાળો છો? શું તમે અને હું આમાં ખરા ઉતર્યા છે? અને જયારે આપણે આ બધામાં ઉણા ઉતરીએ ત્યારે શું થાય? શ્રી સત્ય સાંઈ બાબા તેનો ઉત્તર આપતા આગળ કહે છે

“આમ તો હું મીઠાબોલો (મૃદુભાષી) છું, પરંતુ શિસ્તના મામલે, હું કંઈપણ છુટછાટ આપીશ નહિ… હું સખ્ત અધીનતાનો આગ્રહ રાખીશ. તમને મેળ આવે એ સારું તેની સખ્તાઈ હું ઘટાડીશ નહિ,” સત્ય સાંઈ ઉવાચ ૨, પાન નં. ૧૮૬

જો તમે આ બધું પાળી શકો તો તો આ વલણ વ્યાજબી છે. પણ તમે આ ધારાધોરણ ના જાળવી શકો તો શું? ‘પાપ’ની અવધારણા (વિચાર) અહીંથી આવે છે. જયારે હું નૈતિક ધોરણ ચુકી જાઉં છું, અથવા હું જે જાણું છું કે મારે કરવું જોઈએ તે કરવામાં ઉણો ઉતરું છું ત્યારે હું ‘પાપ’ કરું છું અને એક પાપી ઠરું છું. પોતે ‘પાપી’ છે એવું સંભાળવું કોઈને પણ ગમતું નથી – આ તો આપણને ખુબ અકળાવનારી અને દોષિત હોવાની લાગણી કરાવે છે, આ બધાં વિચારોને હટાવવા ભિન્ન ભિન્ન બહાનાઓ વડે આપણે ખુબ જ માનસિક અને ભાવનાત્મક ઉર્જા વાપરીએ છીએ. કદાચિત, આપણે શ્રી સત્ય સાંઈબાબા સિવાય કોઈ અન્ય ગુરુને અન્યત્ર શોધીએ, પણ જો એ ‘સારા’ ગુરુ હોય તોએ તેમના નૈતિક ધોરણો પણ એકસરખા જ હશે –  અને આપણે માટે સિંધ્ધાંતોને સ્વભાવમાં તબદીલ કરવાનું એટલું જ મુશ્કેલ.

પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) કહે છે આપણામાંના દરેક આ પાપથી સભાન છીએ, ધર્મ અને શિક્ષણના કોઈ  પણ બાધ વગર, કારણ કે આ પાપની સભાનતા આપણા અંતઃકરણમાંથી આવે છે. વેદ પુસ્તક તેને આ રીતે વ્યક્ત કરે છે,

કેમ કે વિદેશીઓની પાસે નિયમ [શાસ્‍ત્ર] નથી તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્‍ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેઓને નિયમ [શાસ્‍ત્ર] હોવા ન છતાં તેઓ પોતે પોતાને માટે નિયમરૂપ છે. તેઓના અંત:કરણમાં નિયમ લખેલો છે તે તેઓનાં કામ બતાવી આપે છે. તેઓની પ્રેરકબુદ્ધિ તે વિષે સાક્ષી આપે છે. અને તેઓના વિચાર એકબીજાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે. (રોમનોને પત્ર ૨:૧૪-૧૫)

એટલા જ માટે કુંભમેળાના કરોડો શ્રદ્ધાળુઓ તેમના પાપનું ભારણ અનુભવે છે. એવું જ કે જે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ) કહે છે.

કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે (રોમનોને પત્ર 3:૨૩)

પ્રતાસના મંત્રમાં પાપનું આલેખન

આ વિચારો ખુબ જ જાણીતા પ્રાર્થસ્નાન (અથવા પ્રતાસના) મંત્રમાં વ્યક્ત કરવામાં આવેલ છે જે હું નીચે લખું છું.

હું એક પાપી છું. હું પાપનું જ પરિણામ છું. પાપમાં હું ઉત્પન્ન થયો. મારો પ્રાણ પાપને આધીન છે. પાપીઓમાં હું મુખ્ય છું. હે પ્રભુ જેમના લોચન સુંદર અને કોમળ છે, મારો બચાવ કરો, હે બલિદાનના પ્રભુ.

આ પ્રાર્થનામાં રહેલા વિધાન અને વિનંતીને શું તમે ઓળખી નથી કાઢી?

સુવાર્તા ‘આપણા પાપને ધોઈ નાંખે છે’

વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માં સુવાર્તા પાઠ આ જ સમસ્યાના સમાધાનની વાત કરે છે જે  કુંભમેળા ના તીર્થયાત્રીઓ અને પ્રતાસના મંત્ર પઢતા શ્રધ્ધાળુઓ શોધી રહ્યાં છે – ‘તેમના પાપોથી મુક્તિ’. જેઓ પોતાના વસ્ત્રો ધુએ છે (તેમના નૈતિક કૃત્યો) તે સર્વને તે આશિષનું વચન આપે છે. તેમને અમરત્વનું વરદાન (જીવનનું ઝાડ), સ્વર્ગલોક (‘એક નગર’) મળે છે.

જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે. (પ્રકટીકરણ ૨૨:૧૪)

કુંભમેળાનું પર્વ આપણને પાપની જે વાસ્તવિકતા છે તે એક ‘માઠા સમાચાર’ તરીકે દર્શાવે છે, એમ કરી શુધ્ધ થવા સારું આપણને જાગૃત કરે છે. સુવાર્તાના આ વાયદામાં જો થોડી ઘણી પણ સચ્ચાઈ હોય તો તેની ઉલટતપાસ કરવી એકદમ વ્યાજબી છે. આ વેબસાઈટનો ઉદ્દેશ્ય આ જ છે.

જો તમે શાશ્વત જીવન સબંધી જાણવા રસ ધરાવો છો, જો તમે પાપોથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો તમારે થોડી વધારે મુસાફરી કરવી બહુ શાણપણ ભર્યું ગણાશે, એ જાણવા કે પ્રજાપતિ સબંધી શું પ્રગટ કરવામાં આવ્યું – ઈશ્વર જેમણે આખો સંસાર અને આપણી પણ ઉત્પત્તિ કરી – પ્રજાપતિ આપણને એટલા માટે પુરા પાડ્યા કે આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય. વેદો પણ આ જ શીખવે છે. ઋગ્વેદમાં પુરૂષસુક્તાની વાત આવે છે જે પ્રજાપતિના માનવદેહ અવતરણ (અવતાર)નું અને તેમણે આપણા માટે જે બલિદાન આપ્યું તેનું વર્ણન કરે છે. પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) માનવ ઇતિહાસમાં આ પરિયોજના કેવી રીતે સંપન્ન થઈ તે વધુ વિસ્તારથી વર્ણવે છે, ઈસુ સત્સંગનું જીવન અને મરણ (ઈસુ ખ્રિસ્ત). તમે પણ તમારા પાપ ધોઈ શકો તે માટે આ યોજના સમજવા થોડો સમય કાઢી તેની તપાસ કેમ ના કરો.